નસવાડીઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક ગામ આવેલું છે, જેના બે નામ છે એક નામ સાગપાલીયા અને બીજું નામ કેશરપુરા છે પાણીની સમસ્યાથી પીડાતા ગ્રામજનો પાણી માટે ગામની પાદરે આવીને વસ્યા હતા અને એ વિસ્તારને અલગ ગામ જાહેર કરવામાં આવ્યું હતું આજે પણ ગામના બાળકો ભણવા માટે સાગપાલીયા ગામમાં જાય છે જ્યારે ચૂંટણી વખતે મતદાન મથક કેશરપુરા ગામમાં રાખવામાં આવે છે
