જૂનાગઢમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે આવી મતદાન મથક પર મતદાન બંધ કરાવી મતદારોને ભગાવ્યા હતા પાઇપ અને ધોકા સાથે આવેલા અસામાજિક તત્વોથી મતદારો પણ ડરીને ભાગી ગયા હતા આ વીડિયો જૂનાગઢના બિલખા રોડ પરના મતદાન બૂથનો હોવાનું જાણવા મળ્યું છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે સ્કૂટરમાં આવેલા લોકો પૈકી એક સફેદ શર્ટ પહેરેલો શખ્સ ધોકા સાથે મતદારો પાછળ દોડીને બોલી રહ્યો છે કે ભાગો અહીંથી <br /> <br />શું કહે છે જૂનાગઢ એસપી:એસપી સૌરભસિંઘે જણાવ્યું હતુ કે, આ વીડિયો આજે સવારનો છે, બિલખા રોડ જૂનાગઢનો છે ત્રણ લોકોને ઝડપી લીધા છે ક્યાં પક્ષ સાથે તેની પૂછપરછ કરીશું હાલ તો અસામાજીક તત્વો હોય તેવું લાગે છે