Surprise Me!

સુરતમાં મહિલા ચાદર ગેંગનો આતંક, કોર્પોરેટરના મેડિકલ સ્ટોરમાં ચોરી કરી

2019-04-24 3,005 Dailymotion

સુરતઃ વરાછાના એકે રોડ પર આવેલા કોંગ્રેસના કાર્પોરેટરના મેડિકલ સ્ટોરને મહિલા ચાદર ગેંગે નિશાન બનાવી હતી અને 10 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી જોકે, ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર કોર્પોરેટર દિનેશ કાછડિયાની મેડિકલ સ્ટોર આવેલી છે જેમાં ગત રાત્રે ચાદર ગેંગની 6 જેટલી મહિલાઓ ત્રાટકી હતી અને શટર ઉચું કરી મેડિકલ સ્ટોરમાંથી 10 હજાર જેટલી રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી જોકે, આ મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon