ભાવનગરઃ શહેરમાં ચૂંટણી પર્ણ થતા જ ગુનેગારોએ માથું ઉંચક્યું હોય તેમ સતત ચોથા દિવસે હત્યાનો ચોથો બનાવ બન્યો છે શનિવારે મોડી રાત્રે ભાવનગરના જૂની વિઠ્ઠલવાડી નજીક પાનના ગલ્લે બેસેલા યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે બનાવની વિગતો અનુસાર જૂની અદાવતમાં ચાર જેટલા શખ્સો તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારો લઇને યુવાન પર તૂટી પડ્યાં હતા
