Surprise Me!

અમદાવાદઃ હનુમાન મંદિરે 500 રૂપિયામાં ગાંજાનો 'પ્રસાદ', આસ્થાની આડમાં નશાનો વેપાર

2019-04-29 2,860 Dailymotion

અમદાવાદ: આમ તો અમદાવાદના એક ખૂણે આવેલા પીરાણા-પીપળજના બાલા હનુમાન મંદિરની આસપાસનો ભાગ સૂમસામ અને અવાવરૂ રહેતો હોય છે રાત્રે તો ઠીક, દિવસે પણ કોઈ નજીક ખાસ ફરકતું નથી પરંતુ જેવો શનિવાર આવે એટલે સાંજ પડતાં જ અહીં લોકોની અવર-જવર વધવા લાગે છે અરે મોંઘીદાટ ગાડીઓ પણ ધૂળની ડમરીઓ ઉડાડતી ધસમસતી આવતી જોઈ શકાય છે એવું નથી કે, આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીનું કોઈ વિશેષ સત છે, પરંતુ આ મોટાભાગના ભક્તો મંદિરમાં મળતી વિશેષ પ્રકારની પ્રસાદી લેવા આવતા હોય છે આ પ્રસાદી હોય છે ગાંજો ભરેલી ચિલમની જી હા, મંદિરમાં આવતા ભક્તો પોતાની સાથે ગાંજો લઈને આવે છે જેને મંદિરના મહંત તમાકુ સાથે ચોળી, ચિલમમાં ભરીને ફૂંકવા આપતા હોય છે

Buy Now on CodeCanyon