Surprise Me!

નારોહિતો બન્યા જાપાનના નવા સમ્રાટ, શરૂ થયો દેશમાં રેઇવા યુગ

2019-05-01 255 Dailymotion

જાપાનમાં 126મા સમ્રાટ તરીકે નારોહિતો ઔપચારિક રીતે જાપાનના રાજસિંહાસન પર બેસી ગયા છે ભારતીય સમયાનુસાર મંગળવારે અડધી રાત્રે સમ્રાટ અકિહિતોએ તેમની રાજગાદી તેમના પુત્ર નારોહિતોને સોંપી નારોહિતોએ રાજસિંહાસન પર બેસતાની સાથે જ પહેલા સંબોધનમાં ખુશહાલી અને વિશ્વ શાંતિની આશા વ્યક્ત કરી ઈમ્પિરિયલ પેલેસમાં આયોજીત પારંપારિક રિતરિવાજો વચ્ચે નારોહિતોની તાજપોશી થઈ અને જાપાનના શાહી ખજાનાની ચાવી તેમને સોંપવામાં આવી એવુ કહેવાય છે કે જાપાનમાં જ્યારે કોઈ રાજા પોતાની ગાદી છોડે છે ત્યારે એક યુગનો અંત થાય છે અને નવા રાજા બનવાની સાથે બીજા યુગની શરૂઆત થાય છે ત્યારે જાપાનમાં હાલ રેઇવા યુગની શરૂઆત થઈ છે

Buy Now on CodeCanyon