Surprise Me!

રેસ્ટોરાંમાં ગર્લ્સના ટૂંકા કપડાં પર આધેડ મહિલાને ટીપ્પણી કરવી ભારે પડી

2019-05-01 9,101 Dailymotion

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડ થઈ રહ્યો છે જેમાં એક આધેડ મહિલા કેટલીક યંગ ગર્લ્સ પર અભદ્ર ટીપ્પણીઓ કરી રહી છે જેના પર યુવતીઓ ગુસ્સે થાય છે અને મહિલાને માફી માગવા જણાવે છે આ ઘટના પહેલાની ઘટના કંઇક આવી છે શિવાની ગુપ્તા નામની એક યુવતીએ ફેસબુક પર આ વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે 30 એપ્રિલે મને અને મારી બહેનપણીઓને ટુંકા કપડા પહેરવા પર એક રેસ્ટોરાંમાં આ મહિલાએ ઘણું સંભળાવ્યુ વીડિયોમાં દેખાતી આ આધેડ મહિલાએ રેસ્ટોરામાં સાત પુરૂષોને અમારા પર રેપ કરવા કહ્યું કારણકે તેને એવુ લાગ્યુ કે ટુંકા કપડાં પહેરવાના કારણે અમારી સાથે આવુ જ થવુ જોઇએ અમારો ઉદ્દેશ્ય કોઈ હોબાળો કરવાનો નહોતો પરંતુ અમે બહેનપણીઓ સાથે મળીને આ મહિલાને પાસેના શોપિંગ સેન્ટરમાં લઈ ગયા અને ત્યાં તેને માફી માગવાનો મોકો આપ્યો પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં અમે આ મહિલાને માફી માગવા ઘણી મજબૂર કરી પરંતુ તે ટસની મસ ના થઈ તમે ખુદ જુઓ અને શેર કરો સોશિયલ મીડિયા પર આ વીડિયોને 11 હજાર 162 વખત જોઈ ચૂકાયો છે જાણકારી મુજબ આ ત્રણેય ગર્લ્સ ગુરૂગ્રામની રહેવાસી છે સોશિયલ મીડિયા પર તેમની હિંમતની ઘણી પ્રશંસા થઈ રહી છે વીડિયો વાયરલ થતાં આ મહિલાએ તેનુ ફેસબુક અકાઉન્ટ ડિલિટ કરી દીધુ છે

Buy Now on CodeCanyon