પાટણ: પાટણ ખાતે મુનિરાજ પૂજ્ય ચારિત્ર રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં ઉજવાઈ રહેલા મહોત્સવમાં જાપાનના 26 લોકો પરિવાર સહિત આવ્યા છે આઠ જાપાનીઝ પુરુષો અને 18 મહિલાઓ ભારતીય સભ્યતા સંસ્કૃતિ અને જૈન ધર્મના આચાર-વિચાર સાથે મહોત્સવમાં ભાગ લઇ રહ્યા છે તેમા ત્રીસ વર્સહની મહિલા કાઉન્સિલરે તેનું જાપાનીઝ નામ બદલીને તુલસી રાખી લીધું છે અને તેણે હિન્દી ભાષા પણ શીખી લીધી છે આ તમામ લોકોએ જૈન ધર્મના અહિંસા, જીવ દયા અને શુદ્ધ સાત્વિક આહારની પરંપરા અને જૈનાચાર્ય પૂજ્ય જયંતસેન સૂરીમહારાજ ના બોધી વચનો શ્રવણ કરીને તેમની પાસે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો તુલસીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, 2005માં રાજસ્થાનમાં ગુરુ જયંતસેન સૂરી મહારાજના દર્શન કર્યા જીવનમાં પરિવર્તન આવી ગયું આ તમામ લોકો બુદ્ધિષ્ટ એટલે કે બૌદ્ધ ધર્મના હતા અને હવે જૈન છે તુલસી હજુ શાકાહારી ને શાહાકારી બોલી રહી છે તેણે કહ્યું કે, જૈન ધર્મ પશુ પ્રાણી સહિત તમામ જીવો પ્રત્યે આદર ધરાવે છે શુદ્ધ શાકાહારી ભોજન લેવાય છે અમારા કેટલાક લોકો માંસ અને દારૂનું સેવન કરતા હતા પણ હવે એ બધાનો ત્યાગ કર્યો છે ગુરુજી પ્રત્યે શ્રદ્ધાથી માત્ર એક-બે માસમાં જ જીવનમાં પરિવર્તન આવી ગયું