Surprise Me!

ખીચડીયાના આદિવાસીઓને પાણીની સુવિધા પૂરી પાડતો ખેડૂત

2019-05-04 409 Dailymotion

નસવાડીઃ નસવાડી તાલુકાનું ખીચડીયા ગામ 800ની વસ્તી ધરાવે છે ગામમાં 30થી વધુ બોર છે પણ એક પણ બોર ચાલુ ન હોવાથી ગામની મહિલાઓને ખેતરમાં મુકેલ દરબારના ખાનગી બોર પરથી પાણી ભરવાની નોબત આવી છે ખાનગી બોરમાંથી ગામની મહિલાઓને જરૂરિયાત પ્રમાણે પાણી મેળવી લે છે પણ જ્યારે લાઈટ ન હોઇ ત્યારે ગામની મહિલાઓની હાલત કફોડી બની જાય છે તો કેટલીક મહિલાઓ ગામની બહાર આવેલા સ્મશાન પાસે બનાવેલ સમ્પ પરથી પણ પાણી મેળવે છે જ્યાં ઢોર પણ પાણી પીવે છે અને ત્યાં જ મહિલાઓ પણ પાણી ભરે છે માલ ડુંગર વિસ્તારની પાણીની પરિસ્થિતિને લઈ સરપંચ દ્વારા બોર કરાયા છે જેમાં મોટર નાખી પાણી શરૂ કરાશેનું જણાવ્યું છે હાલ તો ગામના દરબાર ખેડૂત પોતાના ગામના પરીવાર માટે પાણી પૂરું પાડી સેવાનું કામ કરી રહ્યો છે

Buy Now on CodeCanyon