Surprise Me!

સુરતમાં દારૂના નશામાં બેકાબૂ બનેલા ટ્રક ડ્રાઇવરે 12 વાહનોનો ભુક્કો બોલાવ્યો

2019-05-07 373 Dailymotion

સુરતઃજહાંગીરપુરામાં સોમવારે મોડી રાત્રે એક ટ્રક ડ્રાઇવરે દારૂના નશામાં બેફામ હંકારી બે કાર અને 10થી વધુ બાઈક્સને ભુક્કો બોલાવી દઈ લોકોના હોશ ઉડાવ્યા હતા જે જગ્યા પર આ ઘટના બની હતી ત્યાં 100 જેટલા લોકો ઊભા હતા સદ્દનસીબે કોઈને અકસ્માત નડ્યો ન હતોસોમવારે મોડી રાત્રે બનેલી ઘટના મુજબ, જહાંગીરપુરા થી ડભોલી તરફ જતાં બ્રિજ નીચે એક ટ્રકના ચાલક કે જેનું નામ રમેશ હીરા લુહાર(ઉવ-42, રહે-પીપલોદ) છે તેણે જહાંગીરપુરા બ્રિજ નીચે 7 રાઉન્ડ મારીને બે કાર અને 10થી વધુ બાઈક્સને ભુક્કો બોલાવી દીધો હતો ત્યારબાદ ટ્રકને ખેતરમાં ઉતારી ત્યાંથી રિવર્સ રોડ પર લાવ્યો હતો બેફામ ગાડી હંકારી લોકોના જીવને તાળવે ચોટાડનાર ટ્રક ડ્રાઈવર રમેશ પર ત્યાં હાજર લોકોના ટોળાએ તેને પકડીને મેથીપાક આપ્યો હતો તેમજ તેને પોલીસના હવાલે કર્યો હતો

Buy Now on CodeCanyon