Surprise Me!

કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન, આઝાદ ભારતનો પહેલો આતંકી હિંદુ હતો

2019-05-13 2,374 Dailymotion

અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી હિંદુ હતો તેનું નામ નાથૂરામ ગોડસે હતું અહીંથી જ આતંકની શરૂઆત થઈ હતી હાસને કહ્યું કે, "હું આ વાત એટલા માટે નથી કહી રહ્યો કેમકે આ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે પરંતુ એટલે કહી રહ્યો છું કે કેમકે મારી સામે ગાંધીની પ્રતિમા છે" હાસને કહ્યું કે તે જ હત્યાનો જવાબ શોધવા આવ્યા છે <br />હાસને વધુમાં કહ્યું કે, "હું એક એવા ભારત ઈચ્છુ છું જ્યાં તમામને બરાબરી મળે હું એક સારો ભારતીય છું અને હું તો એ જ ઈચ્છું છું" હાસન આ પહેલાં નવેમ્બર 2017માં પણ હિંદુ કટ્ટરવાદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા

Buy Now on CodeCanyon