Surprise Me!

'દલિતો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથે ભીમસેનાએ રસ્તા પર ઉતરી

2019-05-13 406 Dailymotion

રાજકોટ:રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો ભીમસેનાના કાર્યકરોએ 'દલિતો પર અત્યાચાર બંધ કરો' અને 'પત્રકાર પર અત્યાચાર બંધ કરો'ના નારા લગાવ્યા હતા આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે

Buy Now on CodeCanyon