જૂનાગઢ:રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાંનું પરિણામ જાહેર થઈ ગયું છે છેલ્લા દસ ર્ષથી જૂનાગઢ મંદિરમાં શાસન કરતા આચાર્ય પક્ષનો ફરી એકવાર વિજય થયો છે 7માંથી 5 બેઠક પર આચાર્ય પક્ષે જીત મેળવી છે, જ્યારે બે બેઠક પર દેવપક્ષની જીત થઇ છે આ ટેમ્પલ બોર્ડના વહીવટ હેઠળ 650થી 700 મંદિરો આવતાં હોવાથી કરોડો રૂપિયાનો વહીવટ ગણાય છે હાલ અહીં આચાર્યપક્ષનું વર્ચસ્વ છે
