Surprise Me!

અમિત શાહે કોલકાતા હુમલા મામલે તૃણુમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

2019-05-15 2,571 Dailymotion

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોલકાતા રોડ શોમાં હિંસાને લઈને તૃણુમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે તેઓએ કહ્યું કે અમે શાંતિથી રોડ શો કરી રહ્યાં હતા તેમ છતા અમારા પર ત્રણ હુમલાઓ થયા અમારી પાસે માહિતી હતી કે યુનિવર્સિટીના કેટલાંક લોકો આવશે અને પથ્થરમારો કરશે શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાસાગરજીની મૂર્તિ તૃણુમૂલના કાર્યકર્તાઓએ જ તોડી છે બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય <br /> <br />મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો

Buy Now on CodeCanyon