Surprise Me!

પુલવામા અને અનંતનાગમાં સેેના-આતંકીઓ વચ્ચે અથડામણ

2019-05-18 886 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અહીં પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે આ દરમિયાન સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા છે જ્યારે અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે <br /> <br />અવંતીપોરાના પંજગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી અહીં સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો જવાબી કાર્યવાહીમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા તેમાંથી એકનું નામ શૌકત અહમદ હતું <br /> <br />આ દરમિયાન અનંતનાગમાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે માનવામાં આવે છે કે, સેનાએ પહેલાં આતંકીઓને સમર્પણની ચેતવણી આપી હતી ત્યારપછી સૈનિકોએ એક-એક ઘરમાં તપાસ શરૂ કરી હતી તપાસ વધતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું

Buy Now on CodeCanyon