અમદાવાદઃલોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથની શરણમાં પહોંચી ગયા છે ચારધામ યાત્રા પણ અત્યારે ચાલી રહી છે અને રવિવારે તેઓ બદ્રીનાથ પણ જશે બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના દર્શને ગયા છે આમ, ભાજપના બે સર્વોચ્ચ દિગ્ગજે હવે ચૂંટણી પરિણામો માટે ભગવાન ભોલેનાથનો આશરો લીધો છે જો કે, 68 વર્ષની ઉંમરે પણ પોતાના સ્વાસ્થ્ય અને ફીટનેસ માટે જાણીતા મોદી આજે કેદારનાથ બાબાના દર્શને ગયા ત્યારે એક મોટો ફરક જોવા મળ્યો મોદી ટેકણ લાકડીના સહારે બાબા કેદારનાથના દર્શને ગયા હતા લોકો માટે પણ કદાચ આ પહેલીવાર એવું દૃશ્ય હતું કે મોદીએ કોઈ સ્થળે ટેકણ લાકડીનો સહારો લીધો હોય