Surprise Me!

ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયોએ મોદીની જીતનું સેલિબ્રેશન કર્યું

2019-05-23 1,187 Dailymotion

આજે 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થયા બાદ રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતિ સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે ભાજપને અગાઉ 282 સીટ મળી હતી રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે લોકસભા ચૂંટણી પરિણામોમાં મોદી લહેર સ્પષ્ટ દેખાઇ રહી છે ભારતમાં ચારેતરફ જ્યાં મોદી અને ભાજપનો જયજયકાર થઇ રહ્યો છે, ત્યાં વિદેશમાં વસતા ભારતીયો પણ સેલિબ્રેશનમાં પાછળ નથી ઓસ્ટ્રેલિયામાં ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતનું ઉત્સાહભેર સેલિબ્રેશન થઇ રહ્યું છે

Buy Now on CodeCanyon