બિહારના બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે જનસંખ્યા નિયંત્રણને લઈને યોગ ગુરુ બાબા રામદેવના નિવેદનનું સમર્થન કર્યુ છે રામદેવે કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો હોવો જરૂરી છે સાથે જ ત્રીજા સંતાનને વોટ આપવા અને ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ ગિરિરાજે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ જરૂરી છે અને તેના માટે કડક કાયદા બનવા જોઈએ <br />બાબા રામદેવે રવિવારે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જનસંખ્યા નિયંત્રણને લઈને નિવેદન આપ્યું હતું તેમને કહ્યું હતું કે હવે કાયદાની મદદથી જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે બાબાએ બે બાળકની નીતિનું સમર્થન કરતા કહ્યું કે ત્રીજા સંતાનને વોટ નાખવા સહિત અન્ય નાગરિક અધિકાર ન મળવા જોઈએ એવા બાળકો જે કોઈ પણ જાતિના હોય, તેમને ચૂંટણી લડવા અને અન્ય સરકારી નોકરીઓના હકથી પણ વંચિત કરવા જોઈએ