મની લોન્ડ્રિંગ કેસની પુછપરછ માટે રોબર્ટ વાડ્રા ED ઓફિસ પહોંચ્યા છે વાડ્રાને ગુરુવારે સવારે 1030 કલાકે ઓફિસે બોલાવવામાં આવ્યા હતા આ દરમિયાન તેમની સાથે પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સાથે આવ્યા હતા તેઓ વાડ્રાને ઓફિસે મુકી પરત ગયા છે હવે થોડીક જ વારમાં ઓફિસર્સવાડ્રાની પુછપરછ કરશે <br /> <br />મારી કુલ 11 વખત અને 70 કલાક પુછપરછ કરાઈ-રોબર્ટ વાડ્રા:ઓફિસે પહોંચતા પહેલા વાડ્રાએ ફેસબુક પર લખ્યું હતું કે, હુંભારતીય ન્યાયપાલિકામાંવિશ્વાસ જાળવી રાખવા માટે અડગ છું મારી પાસે આવેલી સરકારી એજન્સીઓના તમામ સમન્સનુંપાલન કરીશ અત્યાર સુધી મારી કુલ 11 વખત અંદાજે 70 કલાક પુછપરછ કરાઈ છે ભવિષ્યમાં પણ હું હમેશાની જેમ સહયોગ કરીશ, જ્યાં સુધી મારું નામ તમામ જુઠ્ઠાં આરોપોમાંથી મુક્ત ન થઈ જાય