એડમિરલ કરમબીર સિંહે શુક્રવારે નૌસેના પ્રમુખ તરીકેનું પદગ્રહણ કર્યુ છે પૂર્વ નૌસેના પ્રમુખ સુનીલ લાંબા 31 મેના રોજ રિટાર્યડ થઈ રહ્યા છે જો કે, આ નિમણૂક પહેલા વાઈસ એડમિરલ બિમલ વર્માને વાઈસ એડમિરલ કરમબીર સિંહને આવનારા નૌસેના પ્રમુખ બનાવવાની વિરોધમાં આર્મ્સ ફોર્સેસ ટ્રાઈબ્યૂનલમાં અરજી કરી હતી <br /> <br />વર્માનો આરોપ હતો કે, નૌસેના પ્રમુખની નિમણૂક સમયે વરિષ્ઠતાને નજરઅંદાજ કરવામાં આવી છે સિંહ જૂલાઈ 1980માં નૌસેમાં, જ્યારે વર્મા જાન્યુઆરી 1980માં નૌસેનામાં જોડાયા હતા જો કે, 29 મેના રોજ ટ્રિબ્યૂનલે સિંહને નૌસેના પ્રમુખ બનાવવા માટેની મંજૂરી આપી દીધી હતી