એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ હૈદરાબાદના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે શુક્રવારે તેમણે કહ્યું કે જો કોઈ એમ સમજી રહ્યું હોય કે હિંદુસ્તાનનો વઝીર-એ-આઝમ 300 સીટ જીતીને હિંદુસ્તાન પર મનમાની કરશે, તો એ શકય નહિ બને સંવિધાનની વાત કરીને વઝીર-એ-આઝમને કહેવા માંગુ છું કે ઔવૈસી તમારી સાથે લડશે, પીડિતોના ન્યાય માટે લડશે હિંદુસ્તાનને આબાદ રાખીશું, અમે અહીં ભાડુઆત નથી, સરખા ભાગના ભાગીદાર છીએ <br /> <br />આ બાબતે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ કહ્યું કે અમે હમેશા સેવકના રૂપમાં કામ કર્યું છે બધા જાણે છે કે મોદીજી કયારે પણ શાસક બન્યા નથી કેટલાક લોકોને પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે કારણ કે મોદી સરકારના કામકાજથી તેમની વોટની દુકાનો બંધ થઈ ચુકી છે હવે તેઓ વોટનો સોદો કરી શકતા નથી