સંસદ ભવનમાં શનિવારે કોંગ્રેસના 52 નવા ચૂંટાયેલા સાંસદો, રાજયસભાના સભ્યો અને જનરલ સેક્રેટરીઓની બઠકમાં સોનિયા ગાંધીને ચોથી વાર પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે સોનિયા 2004થી સતત આ પદ પર છે સોનિયાએ 12 કરોડ વોટરોનો કોંગ્રેસ પર ભરોસો રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સોનિયા એ કહ્યું કે પાર્ટી હાલના પડકારો સામે અડગ છે અને બીજી વખત ઉભી થશે અમે લોકોના અધિકારો માટે રસ્તા પર અને સંસદ બંને જગ્યાએ લડીશું <br /> <br />કોંગ્રેસ સંસદીય દળન બેઠકને સંબોધિત કરતા સોનિયાએ કહ્યું કે આ અમારા માટે સંકટનો સમય છે પરંતુ તેમાં અભૂતપૂર્વ તક પણ સમાયેલી છે હવે એ અમારી ઉપર છે કે અમે તેને કેટલી વિનમ્રતા અને આત્મવિશ્વાસથી લઈએ છીએ હારથી જ શીખવાની જરૂરિયાત છે દેશના લોકોને અમારી સમ્માનપૂર્વક જનાદેશ સ્વીકારવા અને પોતાનામાં સુધારાની અપેક્ષા છે અમે જાણીએ છેીએ કે અમારી સામે કયા પડકારો છે ? અમે જરૂર પરત ફરીશું અમે સરકારને તેમના વાયદાઓ યાદ કરાવીશું