Surprise Me!

સીરિયલ 'તારક મહેતા'ના એક્ટરનું નિધન, ગુજરાતી સીરિયલથી લઈ નાટકોમાં કરી ચૂક્યા છે કામ

2019-06-05 3,412 Dailymotion

જાણીતા ગુજરાતી કલાકાર, કોમેડિયન તથા થિયેટર આર્ટિસ્ટ દિન્યાર કોન્ટ્રેક્ટરનું આજે નિધન થયું હતું 79 વર્ષીય દિન્યાર છેલ્લાં કેટલાંય સમયથી બીમાર હતાં પીએમ મોદીએ પણ તેમના નિધન પર ટ્વિટર પર દુખ વ્યક્ત કર્યું છે 2019માં દિન્યારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમણે સ્કૂલમાંથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી પ્રોફેશનલ એક્ટિંગ કરિયરની શરૂઆત 1966થી કરી હતી તેમણે અનેક ગુજરાતી તથા હિંદી નાટકોમાં કામ કર્યું છે મુંબઈ દૂરદર્શનમાં ડીડી 2 ચેનલ શરૂ થઈ ત્યારે ગુજરાતી શો 'આઓ મરવા મેરી સાથે' કર્યો હતોદિન્યારે 'બાઝીગર', '36 ચાઈના ટાઉન', 'ખિલાડી', 'બાદશાહ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીના સસરાનો રોલ કર્યો હતો

Buy Now on CodeCanyon