Surprise Me!

બાઇકનાં શોરૂમનાં ચોકીદારને માર મારી હિન્દીભાષી લૂંટારૂઓએ લૂંટ ચલાવી, CCTVમાં કેદ

2019-06-05 706 Dailymotion

મોરબી:વાંકાનેર હાઇવે પર આવેલા મુબીન ઓટો નામના મોટરસાયકલના શોરૂમના ચોકીદારને ચાર હિન્દી ભાષી લૂંટારુઓએ બાંધીને મૂંઢ માર મારી લૂંટ ચલાવી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાઇ છે પોલીસે ચારે ઇસમોની શોધખોળ શરૂ કરી છે બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલા ઇસ્માઇલભાઈ માથકીયાના મુબીન ઓટો નામના મોટરસાયકલના શોરૂમમાં 70 વર્ષીય મામદભાઈ સજીભાઈ શેરસિયા ચોકીદાર તરીકે નોકરી કરે છે તેમને ગત મંગળવારે મોડી રાત્રે શોરૂમની પાછળથી ત્રાટકેલા ચાર હિન્દીભાષી લૂંટારુઓએ હાથ પગ ખાટલા સાથે બાંધી દીધા હતા ત્યારબાદ હથોડી વડે મૂંઢમાર મારી રોકડા રૂ 10600, બાઇકની ચાવી તથા નોકિયા કંપનીના મોબાઈલ સહિત કુલ 11,100 રૂપિયાની મતા લૂંટી ભાગી છૂટ્યા હતા

Buy Now on CodeCanyon