Surprise Me!

માઉન્ટ આબુમાં ભૂકંપને પગલે પ્રવાસીઓ હોટલો છોડી રસ્તા પર ઉતર્યા, દીવાલોમાં તિરાડ પડી

2019-06-06 3,302 Dailymotion

પાલનપુર/ માઉન્ટ આબુ:ઉત્તર ગુજરાતની પડખે આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુથી લઇ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બુધવારે રાત્રીના 10:31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો 48 તીવ્રતાના ભૂકંપના આંચકાથી પ્રવાસીઓ હોટલો છોડીને બહાર નીકળી ગયા હતા જ્યારે ત્યાંની ઈમારતોની દીવાલોમાં તિરાડ પડી હતી ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યારે 10 સેકન્ડ સુધી અનુભવાયેલા આંચકાથી લોકો ગભરાઈને બહાર દોડી ગયા હતા

Buy Now on CodeCanyon