વડોદરા: વડોદરા શહેરના રેસકોર્સ પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના જમવામાં કોકરોચ નીકળ્યા હતા જોકે, દર્દીના પુત્રએ સત્તાવાળાઓને રજૂઆત કરતા તેઓએ ભૂલ સ્વીકારી લીધી હતી અને નિષ્કાળજી દાખવનાર કેન્ટીનના બે કર્મચારીને છૂટા કરી દીધા હતા વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ ઉપર રહેતા દિપેનભાઇ ઇખાનકરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મારા મમ્મી મનિષાબહેનને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલના દ્વારા દર્દી અને તેમની સાથે રોકાતા સબંધીને કેન્ટીન દ્વારા જમવાનું આપવામાં આવે છે રવિવારે સવારે કેન્ટીનમાંથી જમવાની બે થાળી આવી હતી જેમાં બંને થાળીની દાળમાં કોકરોચ જણાઇ આવ્યા હતા
