Surprise Me!

સરકારી દવાખાનામાં ગરમીમાં શેકાતાં હતાં બાળકો, કલેક્ટરે પોતાની ઓફિસનાં ચાર એસી ત્યાં લગાવી દીધા

2019-06-10 2,344 Dailymotion

ભીષણ ગરમીમાં તમે સરકારી ઓફિસોમાં એસી કે પંખાની નીચે આરામદાયક નોકરી કરતા અનેક અધિકારીઓને જોયા હશે, પણ શું તમે ક્યારેય કલ્પના પણ કરી શકો કે કોઈ કલેક્ટર પોતાની ઓફિસનું એસી નીકાળીને કુપોષિત બાળકોને જ્યાં રાખવામાં આવે છે ત્યાં લગાવી દે હા, મધ્યપ્રદેશના ઉમરિયામાં પડતી આકરી ગરમી વચ્ચે શેકાતાં માસૂમ ભૂલકાંને જોઈને સ્વરોચિસ સોમવંશી નામના કલેક્ટરનું હૃદય દ્રવી ઉઠ્યું હતું તરત જ આ જિંદાદિલ અધિકારીએ તેમની ચેમ્બર અને ઓડિટોરિયમના એસી કાઢીને બાળકોને ગરમીમાંથી રાહત મળે તે માટે ત્યાં લગાવી દીધાં હતાં તેમની આવી સરાહનીય કામગિરી જોઈને ત્યાં દાખલ બાળકોના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતીજો કે તેમણે પોતાના એશોઆરામને જે રીતે ત્વરિત નિર્ણય લઈને જતો કર્યો હતો તે પણ તેઓ એક મામૂલી પ્રયાસ જ ગણે છેકલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું હતું કે, આ નિર્ણય લેવાનું કોઈ પૂર્વઆયોજન નહોતું આ એક ત્વરિત ભરાયેલું પગલું હતું એ દિવસે NRC બિલ્ડિંગની અંદર ખરેખર ખૂબ જ ગરમી હતી, અને ત્યાં દાખલ બાળકોની નાજુક પરિસ્થિતીને ધ્યાને રાખીને જ આરંભિક તબક્કે આ ગોઠવણ કરી હતી અમે હજુ પણ ત્યાં વધુ એસી લગાવવાની કવાયત કરી જ રહ્યા છે અત્યારે તો અમે એક મારી ચેમ્બર અને બાકીના ત્રણ હોલના એસી ત્યાં લગાવી દીધા છે એટલે કે ત્યાંના ચાર બ્લોકમાં ચાર એસી ફીટ થઈ ગયા છે જે બાળકો કુપોષિત હોય છે તેમને ગરમીમાં વધુ તકલીફોનો સામનો કરવો પડતો હોય છેતમને એ પણ જણાવી દઈએ કે ઉમરિયા જીલ્લામાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે જેને દૂર કરવા માટે કલેક્ટરે પણ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે આ માટે તેઓ પોતે જ ગામડાઓ ખૂંદીને લોકો સાથે ચર્ચા કરીને આવા કુપોષિત બાળકોને આ દવાખાનામાં દાખલ કરવાની વ્યવસ્થા પણ કરે છે તેવામાં તેમણે કરેલી આ પહેલને સોશિયલ મીડિયામાં પણ અનેક લોકોએ વખાણી હતી

Buy Now on CodeCanyon