વેરાવળથી 930 કિમી દૂર ડીપ્રેશન સર્જાયું છે જે મંગળવારે સાંજ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે આ વાવાઝોડાની અસર 12મીથી 15મી સુધી વર્તાશે હવામાન વિભાગના મતે 13 અને 14 તારીખે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જો કે, વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસું મોડું બેસે તેવી શક્યતા છે
