રાજકોટ:વોર્ડ નં 5માં અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમમાં ખુરશીઓ રીપેર કરવા બાબતે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાનાં પતિ અરવિંદ ભેસાણીયાએ ડેપ્યુટી ઈજનેર મહેશ જોષીને ફડાકા ઝીંકી દેતા ખળભળાટ મચી ગયો હતો જેથી કોર્પોરેશનનાં તમામ સીટી ઈજનેરોએ તાત્કાલીક મ્યુ કમિશ્નર બંછાનિધિ પાનીની ચેમ્બરમાં ધસી જઈ ઈજનેરોની સુરક્ષા બાબતે ઉગ્ર માંગ કરી હતી અને આ પ્રકરણમાં ફડાકા ઝીંકનાર કોર્પોરેટરના પતિ સામે ફોજદારી ફરીયાદ કરવા રજૂઆત કરી છે