Surprise Me!

દુબઈથી આવી રહેલી સ્પાઇસ જેટ ફ્લાઈટનું ટાયર હવામાં જ ફાટ્યું

2019-06-12 2,147 Dailymotion

રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે મોટી દુર્ઘટના ટળી છે દુબઈથી આવી રહેલી સ્પાઇસ જેટ ફ્લાઈટના પાયલટને લેન્ડિંગના થોડાં સમય પહેલાં ખ્યાલ આવ્યો કે જમણી બાજુના એક ટાયર ફાટ્યું છે પાયલટે આ અંગેની સુચના એર ટ્રાફિક કંટ્રોલને આપી હતી જે બાદ જયપુરમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું હવે આ ફ્લાઈટથી જ દુબઈ પરત થનારા લોકોએ વિમાન બદલવાની માગ કરી હતી <br />જાણકારી મુજબ સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઈટ (એસજી 58)માં 189 યાત્રી સવાર હતા સવારે 9 વાગ્યે લેન્ડિંગ પછી તમામ યાત્રી સુરક્ષિત રીતે બહાર આવ્યાં હતા એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું કે ઘટનાની જાણકારી ડીજીસીએને મોકલવામાં આવી છે

Buy Now on CodeCanyon