અમદાવાદઃરાજ્યમાં 'વાયુ' વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે જેને લઈ મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે બપોર સુધીમાં આ વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે જો કે આ વાવાઝોડાનો વ્યાપ 900 કિમીનો છે જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક 140 કિમીની યથાવત રહેશે પરિણામે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 100 કિલોમીટર દૂર છે અને દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 140 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે