17મી લોકસભાના પહેલાં સત્રમાં સોમવારે સૌથી પહેલાં વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે શપથ લીધા પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર મંગળવારે પણ નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવશે આ પહેલાં મોદીએ કહ્યું કે લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું જરૂરી છે તેમનો દરેક શબ્દ મૂલ્યવાન છે, તેઓ લોકસભામાં પોતાના નંબરોની ચિંતા છોડી દે આશા છે કે તમામ પક્ષ ગૃહમાં ઉત્તમ ચર્ચા કરશે આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ અપાવ્યાં કુમાર મધ્યપ્રદેશના ટિકમગઢથી સાંસદ છે
