Surprise Me!

બેકારી કંટાળી યુવકે તાપી નદીમાં પડતું મૂક્યું, કાદવમાં ફસાઈ જતા સ્થાનિકોએ બહાર કાઢ્યો

2019-06-17 1 Dailymotion

સુરત: બેકારીથી કંટાળીને અનાથ શ્રમજીવી યુવકે હોપ પુલ વોકવે પરથી તાપીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો વોકવે પરથી કુદકો મારનાર યુવક નીચે કાદવ-કિચડમાં ફસાઈ જતા તેને સ્થાનિક રહીશોએ બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતોચોક બજાર પાસે ફુટપાથ પર રહેતો સુરેશ ઝાલા(30) માતા પિતાના અવસાન બાદ બાળપણથી અનાથ છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોવાથી રવિવારે સવારે તેણે હોપ પુલ વોકવે પરથી તાપી નદીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પુલ પરથી સુરેશને કુદકો મારતા જોઈ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનીક રહીશોએ કીચડમાં ફસાઈ ગયેલા સુરેશને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કરી દીધો હતો બનાવની જાણ થતા રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં સુરેશે બેકારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું

Buy Now on CodeCanyon