કેમરા ક્રિકેટ, કિસ્સામાં આજે વાત કરીશું પહેલા વર્લ્ડ કપથી જોડાયેલ એ ઘટનાની જેના લીધે શ્રીલંકાનો તમિલ વિવાદ અલગ જ રૂપમાં દુનિયાની સામે આવી ગયો આ ઘટનાછે 1975ના વર્લ્ડ કપની લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરી રહી હતી અચાનક મેદાનમાં 12 થી 15 તમિલ વિદ્યાર્થીઓનું ગ્રુપ ધસી આવ્યું તેઓના હાથમાં પોસ્ટર હતા તે વખતે અત્યારની જેમ મેદાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા નહોતી ખેલાડીઓ કે સ્ટેડિયમ સ્ટાફ કંઈ સમજે તે પહેલાં જ વિદ્યાર્થીઓ પિચ પર સૂઈ ગયા અને શ્રીલંકામાં તમિલ લોકો પર થઈ રહેલ અત્યાચાર વિરોધી નારેબાજી કરવા લાગ્યા <br /> <br /> <br /> <br />જોકે આ પ્રદર્શન વધુ સમય ન ચાલ્યું થોડી જ વારમાં પ્રદર્શનકારીઓને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા આ પ્રદર્શને તમિલો પર અત્યાચારને લઈને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ