પાટણઃપાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા હતા <br /> <br />બનાવની વિગત એવી છેકે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ પત્ની અને બે દિકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યાં હતા