Surprise Me!

પરવત પાટીયામાં આવેલા જૈન મંદિરમાંથી મુકુટ,કાનના કુંડળ સહિત 32 હજારની ચોરી

2019-06-19 5,083 Dailymotion

સુરતઃપરવત પાટિયા પાસે કુશલ દર્શન સોસાયટીમાં આવેલ જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ ચાંદીનો મુકુટ, કાનના કુંડળ અને રોકડા મળીને કુલ 32 હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પર્વત પાટિયા પાસે કુશલ દર્શન સોસાયટીમાં શ્રી જીન કુશલ સુગરી દાદા વાડી જૈન મંદિર છે ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ મંદિરમાં મુકેલી ભંડારાનું લોક તોડીને અંદરથી મુનીશ્વર સ્વામી ભગવાનની કુર્તાને પહેરાવેલાં ચાંદીનો મુગટ, કાનની કુંડલ અને રોકડા રૂપિયા અને દાનની રકમ મળીને કુલ 32000 રૂપિયાની મહત્તા ચોરી કરીને નાસી ગયા હતા ધુજારી રમેશકુમાર શંકર દાસ વૈષ્ણવ (રહે કુશલ દર્શન સૌસાયટી,પરવત પાટિયા)એ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Buy Now on CodeCanyon