Surprise Me!

ચીન પ્રમુખ જિનપિંગ ઉત્તર કોરિયા પહોંચ્યા, પરમાણુ મુદ્દે કિમ સાથે ચર્ચા કરશે

2019-06-20 573 Dailymotion

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ગુરૂવારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના ઐતિહાસિક પ્રવાસ પર પહોંચ્યા હતા મીડિયાના અહેવાલ મુજબ જિંગપિંગ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ વચ્ચે પરમાણુ મુદ્દે અને પ્રતિબંધોને લઈને વાતચીત થશે જિંગપિંગ છેલ્લાં 14 વર્ષમાં ઉત્તર કોરિયા આવનારા પહેલા ચાઇનીઝ રાષ્ટ્રપતિ છે જિંગપિંગની સાથે પ્રવાસમાં પત્ની પેંગ લિયુઆન અને વિદેશ મંત્રી વાંગ યી પણ સામેલ છે <br /> <br />આ પહેલા કિમ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે મુલાકાત સિંગાપોર (12 જૂન, 2018) અને વિયેતનામ (28 ફેબ્રુઆરી, 2019)માં યોજાઈ હતી અમેરિકા ઉત્તર કોરિયાને તેના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનું જણાવી ચૂક્યું છે, પરંતુ હજી સુધી અમેરિકા કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઉત્તર કોરિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી

Buy Now on CodeCanyon