ખેરકી દૌલા ટોલ પ્લાઝાની એક મહિલા કર્મીને કારચાલકે માર માર્યો હતો કોઈક બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ઉદ્ધત કારચાલકે ગુસ્સે ભરાઈને મહિલા ટોલ કર્મી સાથે ઝપાઝપી કરી હતી એટલેથી આગળ વધતાં કારચાલકે મહિલાકર્મીને લાફો ઝીંકી દીધો હતો જેથી મહિલાકર્મી ઘાયલ થઈ હતી મહિલાના નાકમાંથી લોહી નીકળ્યું હતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે શુક્રવારે સવારે બનેલી ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે