કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીએ એ મેચની જેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ખરાબ રીતે હારી ગઈ હતી કોઈ ખેલાડી 50 રન પણ નહોતો બનાવી શક્યો અને આખી ટીમ માત્ર 125 રન પર આઉટ થઈ ગઈ હતી

આ વાત છે વર્લ્ડ કપ 2003ની ગ્રુપ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી એ સચિન - સહેવાગ - ગાંગુલીનો યુગ હતો સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો ગાંગુલી અને સચિન તેંડુલકર ઓપનિંગ કરવા માટે મેદાનમાં આવ્યા દરેક દર્શક તેમની ઝંઝાવાતી બેટિંગ જોવા માટે ઉત્સુક હતો પરંતુ થયું તેનાથી ઉલટું ગાંગુલી 21 બોલમાં માત્ર 9 રન બનાવીને બ્રેટ લીનો શિકાર બની ગયા તેમના પછી સેહવાગ આવ્યાતેઓ પણ 4 બોલ રમીને પેવેલિયન પરત ફરી ગયા તેના પછી તો વિકેટ પડતી જ ગઈ રાહુલ દ્રવિડ 23 બોલ પર 1 રન, યુવરાજ સિંહ 0 રન, કૈફ 1 રન…આમ સમગ્ર ટીમ 125 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 36 રન સચિને બનાવ્યા અને તેમના પછી હરભજનસિંહ 28 રનની ઈનિંગ રમ્યા

જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 222 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું આવી શરમજનક હારના કારણે ટીમ ઈન્ડિયાની ખૂબ નામોશી થઈ હતી