Surprise Me!

ઝૂમાંથી સિંહ છટકે તો? મોકડ્રિલમાં સિંહે એક્ટિંગ કરી તો સ્ટાફે ઓવર એક્ટિંગ

2019-06-24 198 Dailymotion

જાપાનમાં આવેલા તોબે ઝૂની અંદર હાથ ધરાયેલી એક અનોખી મોકડ્રિલનો વીડિયો જોઈને યૂઝર્સને પણ બેઘડી મજા પડી ગઈ હતી આ ડ્રિલનુંઆયોજન વાર્ષિક સેફ્ટી ડ્રિલના અનુસંધાને હાથ ધરાયું હતું મુખ્ય હેતુ એ હતો કે જો કોઈ સિંહ પ્રાણીસંગ્રહાલયમાંથી બહાર નીકળી જાય તો તેનેફરી કઈ રીતે પકડવો આ સમયે શું શું સાવચેતી રાખવાની હોય અને સ્ટાફે પણ કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તેનું પરિક્ષણ કરવાનો જઉદ્દેશ હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે એક માણસને સિંહ જેવા જ કપડાં પહેરાવીને તે ભાગ્યો હોય તેવી એક્ટિંગ કરાવે છે બે પગે હાથહલાવતો હલાવતો આ કલ્પિત સિંહ આમથી તેમ આંટા મારે છે તો સાથે જ સ્ટાફ પણ તેને કાબૂમાં કરવા નેટ અને થાંભલાઓ ગોઠવીને સજ્જ થઈ <br />ગયો છે અચાનક જ સિંહને પણ કોણ જાણે શું સૂઝ્યું હતું કે તે સ્ટાફની સામે જઈને તેના પર હુમલો કરવાની એક્ટિંગ કરે છે અહીં સુધી તો બધુંબરાબર લાગે પણ સામે સ્ટાફનો માણસ પણ કોઈ કલાકાર જ હશે કે તે પણ આ હુમલાના અભિનયની સામે ઓવર એક્ટિંગ કરીને સીધો જ નીચેપટકાય છે આખો ખેલ જોઈને પાંજરામાં બેઠેલા સાચા સિંહ પણ બેઘડી તો કન્ફ્યૂઝ થઈ ગયા હશે કે આ બધું શું ચાલી રહ્યું છે જોઈ લો તમે પણઆ જાપાનીઝ મોકડ્રિલનો મજેદાર વીડિયો

Buy Now on CodeCanyon