હારીજ:શનિવાર રાત્રીએ 20 મીમીવરસાદ પડ્યા બાદ આજે મંગળવારે સવારે અચાનક વાદળું ઘમધોળ થઈ ખાબકતા 8 મીમી વરસાદે પાણી પાણી કરી મુક્યા હતાં જ્યારે હારીજ બહાર ક્યાંય વરસાદ જોવા મળ્યો નહોતો <br />સીઝનનો કુલ 64 મીમી વરસાદ <br />હારીજ ખાતે મંગળવારે સવારે ઓચિંતો વરસાદ પડતા હાઇવે પર દૂધસાગર ડેરીની સામેના શોપિંગ સેન્ટર દુકાનો આગળ પાણી ભરાઈ ગયા હતાં આ સિવાય કેપીહાઇસ્કૂલ પાછળના ભાગે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર થયાં હતાં મામલતદાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શનિવારનો 20 મીમીઅને મંગળવાર સવારનો 8 મીમી મળી અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ 64 મીમીવરસાદ થઈ ગયો હતો