ગોંડલ: છકડો રીક્ષામાં પાડા અને ગૌવંશને ભરીને અજાણ્યા શખ્સો ગોંડલના વાસાવડ ગામે કલતખાને લઇ જતા હતા આ અંગે દેરડીકુંભાજી ગામના જીવદયાપ્રેમી દિપક ગોબરભાઇ પદમાણીને જાણ થઇ હતી આથી તેઓ દોડી ગયા હતા પરંતુ ગોંડલના મેતાખંભાળીયા અને મોટીખિલોરી ગામ વચ્ચે રસ્તામાં રીક્ષાને રોકી હતી પરંતુ અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ઢોર માર મારી ફરાર થઇ ગયા હતા બાદમાં આસપાસના લોકોને જામ થતા દોડી આવ્યા હતા અને દિપકને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો
