મુંબઈ: મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે શુક્રવારે વહેલી સવારથી જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો તેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સામે આવી હતી વરસાદના કારણે મુંબઈના તાપમાનમાં પણ ઘટાડો થયો છે આજે મુંબઈનું તાપમાન 27 ડિગ્રીની આસપાર પહોંચી ગયું છે <br /> <br />મુંબઈમાં આજે સવારે થોડીવાર જ પડેલા વરસાદના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંધેરી, ધારાવી, વસઈ, કાંદિવલી, બોરિવલી સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે આ ઉપરાંત મુંબઈના એરપોર્ટ પાસે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અત્યારે એરપોર્ટ પરની વિઝિબિલિટી 700 મીટરની આસપાસ છે તેના કારણે ઉડાનમાં તકલીફ થઈ રહી છે આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે <br /> <br />ગુરુવારે સ્કાઈમેટનો અંદાજ હતો કે, આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મિમી સુધીનો વરસાદ થશે ચોમાસુ જુલાઈના પહેલા સપ્તાહમાં દિલ્હી સુધી પહોંચી જશે