Surprise Me!

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો

2019-07-01 127 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા વિશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે આ પ્રસ્તાવ લોકસભામાં પાસ થઈ ગયો છે પરંતુ રાજ્યસભામાં તેને પાસ કરાવવો સરકાર માટે પડકાર સમાન છે જોકે રાજ્યસભામાં બીજેડી, ટીએમસી અને સપાએ રાષ્ટ્રપતિ સાશનને વધારવા માટે સમર્થન આપ્યું છે <br /> <br />ગયા કાર્યકાળમાં પણ મોદી સરકાર સામે ઘણી વખત આ મુશ્કેલી આવી હતી મોદી સરકાર લોકસભામાં તેમના બિલ સરળતાથી પસાર કરાવી શકે છે પરંતુ રાજ્યસભામાં બિલ પાસ કરાવવું મોદી સરકાર માટે પડકાર સમાન હોય છે ત્રિપલ તલાક બિલ તેનું જ એક ઉદાહરણ છે <br /> <br />રાજ્યસભામાં હાલની સ્થિતિ જોવામાં આવે તો કુલ સાંસદોની સંખ્યા 245 છે તેમાં એનડીએ પાસે 104 સભ્યો છે રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યો જોઈએ તેથી મોદી સરકારને રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવું હોય તો અન્ય પાર્ટીની મદદ લેવી પડશે

Buy Now on CodeCanyon