Surprise Me!

બજેટમાં ગરીબ-ખેડૂત-દલિત દરેક લોકોનું ધ્યાન રખાયું છે- વડાપ્રધાન મોદી

2019-07-05 100 Dailymotion

લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલુ બજેટ રજૂ કર્યું છે આ બજેટ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશનું ડ્રીમ બજેટ છે આ બજેટમાં ઉદ્યોગ-ઉદ્યમીઓને મજબૂતી મળશે તેમાં ગામ-ગરીબોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે આ બજેટ શિક્ષણને સુધારશે, આર્ટિફિશય ઈન્ટેલિજન્સ (એઆઈ) અને સ્પેસ (ઉપગ્રહ)નો ફાયદો લોકોને મળી શકશે કોંગ્રેસે કહ્યું કે, આ બજેટમાં કશુ જ નવું નથી જૂના વાયદાઓનું માત્ર પુનરાવર્તન કરવામાં આવ્યું છે <br /> <br />બજેટ પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગ પણ છે આ એક ગ્રીન બજેટ છે તેમાં સોલર સેક્ટર, પર્યાવરણ સંરક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે છેલ્લા પાંચ વર્ષોમાં દેશ આત્મવિશ્વાસથી ભરાયો છે અનેક મુશ્કેલીઓથી સામાન્ય માનવીઓના જીવન સરળ બન્યા છે

Buy Now on CodeCanyon