Surprise Me!

માસિયાઈ બહેનોએ મંદિરમાં કર્યાં સમલૈંગિક લગ્ન, પૂજારી સામે ભભૂક્યો રોષ

2019-07-05 4,491 Dailymotion

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક હેરતઅંગેજ મામલો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં બે માસિયાઈ બહેનોએ હિંમતભર્યો નિર્ણય લઈને પરિવાર સહિત શહેરવાસીઓને પણ ચોંકાવી દીધા હતાસમલૈંગિક લગ્નનો આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે આ બંને બહેનોએ એકબીજા સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયામાં તેની જાહેરાત કરી હતી તેમની આ પોસ્ટ જોઈને ધાર્મિકનગરીમાં પણ હડકંપ મચી ગયો હતો લોકોના કહેવા મુજબ વારાણસીના આ સૌ પ્રથમ સમલૈંગિક લગ્ન છે પોતાની માસીની દિકરી એટલે કે બહેન સાથે પ્રેમ થઈ જતાં તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો જો કે આ બંને યુવતીઓના પરિવારને આ સંબંધ મંજૂર ના હોવાથી તેમણે વિરોધ પણ કર્યો હતો જો કે આ વિરોધને તાબે થયા વગર બંને બહેનો એક દિવસ શિવમંદિરે પહોંચીને પૂજારી પાસે લગ્ન કરાવવાની જીદ પકડી હતી જ્યાં સુધી તેમના લગ્ન કરાવવા માટે પૂજારી રાજી ના થયા ત્યાં સુધી બંને બહેનો પણ ત્યાંથી ખસી નહોતી અંતે પૂજારીએ પણ તેમની જીદના તાબે થઈને તેમના શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કરાવ્યા હતા આ અનોખા લગ્ન જોવા માટે ત્યાં પણ ભીડ ભેગી થવા લાગી હતી બંને યુવતીઓ પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગ્ન બાદ તાબડતોડ ત્યાંથી સલામત સ્થળે જવા નીકળી ગઈ હતી તો આ તરફ આ લગ્ન કરાવનાર પૂજારી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો પૂજારીએ પણ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એક યુવતી કાનપુરની છે જે અહીં તેની માસીના ઘરે ભણવા માટે આવી હતી, જ્યાં બંને બહેનો એકબીજાના પ્રેમમાં પડી હતી

Buy Now on CodeCanyon