Surprise Me!

પહેલીવાર ઈસરોએ ચંદ્રયાન-2ની તસવીર જાહેર કરી,15 જુલાઈએ લોન્ચિંગ

2019-07-08 322 Dailymotion

ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે અંદાજે રૂ 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે 3800 કિલો વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) હશે ઈસરોએ તેની તસવીર પર રિલીઝ કરી છે <br /> <br />6-7 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે ચંદ્રયાન-2:ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ રાતે 251 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવશે એટલે કે 6-7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડ કરવામાં આવશે તેની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડ થનાર ચોથો દેશ બની જશે આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન તેમના સ્પેસ શટલને ચંદ્રની સપાટી પર મોકલી ચૂક્યા છે અત્યાર સુધી કોઈ પણ દેશે ચંદ્રના દક્ષિણ ભાગમાં તેમનું સ્પેશ શટલ ઉતાર્યું નથી

Buy Now on CodeCanyon