Surprise Me!

સ્મૃતિ ઈરાનીએ જૂનિયર એડિટર કોમ્પિટીશનના 70 વિજેતાઓનું સન્માન કર્યું

2019-07-08 323 Dailymotion

દૈનિક ભાસ્કર જૂનિયર એડીટર સિઝન-5ના વિજેતાઓના સન્માન સમારોહ રાજધાની લીલા પેલેસમાં યોજાયો હતો આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 70 વિજેતાઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે આ વખતે જૂનિયર એડિટર માટે અંદાજે 5 લાખ અરજીઓ આવી હતી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મારા નાનાજી એક દિવસે જૂના સમાચારો લખાવડાવતા હતા, જેથી આજે હું સારી વક્તા બની શકી છું તેમણે આગામી વર્ષથી ડિઝીટલ જૂનિયર એડિટર્સ કોમ્પિટીશનની શરૂઆત કરવાનું સૂચન પણ કર્યું હતું <br /> <br />કાર્યક્રમમાં દૈનિક ભાસ્કર સમૂહના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર ડોભારત અગ્રવાલ, ડેલના સિનીયર એડવાઈઝર માર્કેટિંગ હર્ષ શ્રીવાસ્તવ અને એપ્સનના પ્રોડક્ટ મેનેજર રમન પણ હાજર રહ્યાં હતા કાર્યક્રમનું સંચાલન માઈ એફએમના આરજે કાર્તિકે કર્યું હતું <br /> <br />સ્મૃતિએ કહ્યું કે, પત્રકારત્વના ઈતિહાસમાં આવો પ્રયોગ પહેલી વખત- સ્મૃતિ ઈરાનીએ બાળકોને આપેલા સંબોધનમાં કહ્યું કે, દેશના પત્રકારત્વમાં કદાચ આવું પહેલી વખત થયું છે, જ્યારે નાના એડિટર્સ માટે કોઈ કોમ્પિટીશન થઈ છે બાળકો તેમના લેખનને આ સ્પર્ધા સુધી સિમિત ન રાખે હું માતા પિતાને અપીલ કરીશ કે બાળકો સાથે બેસીને તેમની પાસે અઠવાડિયાના સમાચાર લખાવો બાળક પોતાની આસપાસ બનેલી ઘટનાઓ અંગે જરૂર લખે માતા-પિતા તેમની પ્રવૃતિઓને ફેસબુક અથવા બ્લોગ પર શેર કરે

Buy Now on CodeCanyon