Surprise Me!

સ્મૃતિ ઇરાનીએ દૈનિક ભાસ્કર જૂનિયર એડિટર સ્પર્ધાના 70 વિજેતાઓને સન્માનિત કર્યાં

2019-07-08 1,787 Dailymotion

વીડિયો ડેસ્કઃ દૈનિક ભાસ્કર જૂનિયર એડિટર સિઝન IVનાં વિજેતાઓનો સન્માન સમારંભ સોમવારે દિલ્હીની હોટેલ લીલા પેલેસમાં યોજાયો હતો આ સમારંભમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની(મહિલા અને બાળ વિકાસ મંત્રી)એ 70 વિજેતાઓને એવોર્ડ આપ્યાં હતાં આ વખતે જૂનિયર એડિટર માટે લગભગ 5 લાખ એન્ટ્રી આવી હતી આ સમારંભમાં કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, ‘હું એટલાં માટે સારી વક્તા છું, કેમ કે મારા નાનાજી દરરોજ સવારે છાપું લઈને મારી સાથે બેસીને પૂછતાં હતાં કે આજનાં પાંચ મુખ્ય સમાચારો કયાં છે? પછી તેઓ પૂછતાં કે, બે દિવસ પહેલાં વાંચેલું, તે યાદ છે?’ આ સમારંભમાં દૈનિક ભાસ્કર સમૂહના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડૉ ભરત અગ્રવાલ, ડેલના સિનિયર એડવાઇઝર માર્કેટિંગ હર્ષ શ્રીવાસ્તવ અને એપ્સનના પ્રોડક્ટ મેનેજર રમન પણ હાજર રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમનું સંચાલમ આરજે કાર્તિકે કર્યું હતું

Buy Now on CodeCanyon