ભાવનગર: જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો અહીં જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી એરપોર્ટ પરથી શહીદ જવાનના પાર્થિવદેહને વલ્લભીપુરના કાનપર ગામે લાવવામાં આવ્યો હતો ગઇકાલે ગુરૂવારે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી આ પ્રસંગે શહીદની પત્નીના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અંતમિયાત્રામાં આખુ જોડાયું હતું